શું તમારો શોખ છે?
જય શ્રી કૃષ્ણ ભાઈ, શું તમારો શોખ છે ?
જય શ્રી કૃષ્ણ, કાવ્ય કરવાનો મને શોખ છે.
કેવા કાવ્ય લખો છો ?
હું કાવ્ય લખું છું
મારી નિષ્ફળતાના
મારી નીરાશાઓના
મારા વિરહ નાં
મારા મોત નાં
મારા પ્રેમીના મોતના
સ્વ જનોના મોતના
મારા ભયોના
મારા નીર્મિત્ર જીવનના
મારા નીર્ધ્યેય જીવનના
મારા દુઃખોના
મારી હતાશા ઓના
મારી નકામી કલ્પનાઓના
એમ કેમ છે ભાઈ?
બસ સમજો હું બેકાર નકામો છું
કાવ્ય કરવામાં બહુ હુશિયાર છું
મારા કાવ્યોનો હું પ્રેમી છું
કોઈની વાહવાહ નો હું વ્યસની છું
તમે કદી વિચાર્યું
તમારા કાવ્યોની શું
અસર બીજાને થાય છે?
નાં ભાઈ,
એતો મેં વિચાર્યું નથી.
કહો શું અસર થાય છે?
તમે રડો છો ને બીજાને રડાવો છો
તમારી હતાશા બીજાને આપો છો
ઉત્સાહી ને નિરુત્સાહ કરો છો
કર્મીને નિષ્કર્મ કરો છો
અરે રે તે તો મારે કરવું નથી
બીજાને મારે દુઃખ દેવું નથી
તો કવિરાજ એક કામ કરો
રોદણી કવિતા લખતા નહિ
મોતની કવિતા લખતા નહિ
હારની કવિતા લખતા નહિ
નિરાશાની કવિતા લખતા નહિ
નકામી કવિતા લખતા નહિ
કવિતાઓ એવી લખો કે
ઉત્સાહ વધે
શૌર્ય વધે
હિંમત વધે
દેશ પ્રેમ વધે
ધર્મ પ્રેમ વધે
સ્વ પ્રેમ વધે
કુટુંબ પ્રેમ વધે
પ્રભુ પ્રેમ વધે
સેવા પ્રેમ વધે
જીવનમાં રસ વધે
ભલે ‘સ્કંદ’ , હું તેમ કરીશ
હવે કાવ્યો હું તેવા કરીશ