પી એચ ડી થયા તો સારું
પણ હરેક વિષયમાં વિવાદ કરતા નહિ
સંસ્કૃત વ્યાકરણ જાણો છો તો સારું
પણ સૌ શાસ્ત્ર સમજાઈ જશે તેવું નથી
ધર્મ ગુરુ રાખો તો સારું
પણ તેને શરણે રહેવાનું ચુકતા નહિ
કાવ્ય રચના કરી કરી જાણો તે સારું
પણ ધડા વગરના કાવ્ય કરતા નહિ
શાળાનું મકાન કરો તો સારું
પણ સારા શિક્ષક રાખવાનું ચુકતા નહીં
મંદિર ઉભું કરો તો સારું
પણ ત્યાં ધર્મજ્ઞાન પ્રવચનો રાખવાનું ચુકતા નહીં
મંદિરે દર્શન કરવા જાવ તો સારું
પણ ત્યાં સાફ સુફ સેવા કરવાનું ચુકતા નહિ
સકામ કર્મ તો સૌ કરે છે
પણ સૌ કર્મ સફળ થતા નથી
નિષ્કામ કર્મ કરી જુવો
તો કોઈ કર્મ બંધન થતા નથી
સહેલા કામ તો સૌ કરી શકે
પણ અઘરા કામ પણ કરવાનું ચુકતા નહીં
‘સ્કંદ’ ની આ સહેલી કવિતા છે
અઘરી કવિતાનો કોઈ ફાયદો નથી
– સુરેશ વ્યાસ