કોઈ વર્ણ નીચો નથી
કોઈ વર્ણ ઉંચો નથી
જન્મથી બ્રાહ્મણ કે શુદ્ર બનતા નથી
જન્મથી ક્ષત્રિય કે વૈશ્ય બનતા નથી
આ વર્ણો બને છે માત્ર ગુણ ને કર્મથી
શરીરને સૌ અંગો જોઈએ
સમાજને સૌ વર્ણો જોઈએ
મિત્રોને જેવું આપો માન
સોનીને દિયો તેવું માન
મોચીને દિયો તેવું માન
મજુરને દિયો તેવું માન
ખેડૂત ને દિયો તેવું માન
સૈનિકને દિયો તેવું માન
શૂદ્રોને દિયો તેવું માન
માળીને દિયો તેવું માન
ધોબીને દિયો તેવું માન
ગરીબને દિયો તેવું માન
‘સ્કંદ’ દિયે એમ સૌને માન
નાલાયકને નહિ દેવું માન
– સુરેશ વ્યાસ