A poem – પૂરી શાક તો જોઈએ ને?


પૂરી શાક તો જોઈએ ને ?               રસોયાને રાજી રાખો !
દાળ ભાત તો જોઈએ ને ?             રસોયાને રાજી રાખો !
અન્ન પાન તો જોઈએ ને ?              રસોયાને રાજી રાખો !
દૂધ દહીં તો જોઈએ ને ?                 ગાયોને રક્ષો પૂજો !
ખેતી-વાડી તો જોઈએ ને?             ખેડુતને રાજી રાખો !
કંદ-મૂળ  તો જોઈએ ને ?                 ખેડુતને રાજી રાખો !
બાગ-બગીચા જોઈએ ને ?              મજુર માળી રાજી રાખો !

ખેતરને પાણી જોઈએ  ને ?             નદીઓને રક્ષો પૂજો !
પહાડોથી નદીઓ આવે ને ?          પહાડોને રક્ષો પૂજો !
પહાડો દેશની અંદર છે ને ?          તો ભારતને રક્ષો !

વેદિક ધરમ વારસે છે ને?               તો વેદો સમજો !
વેદો નો સાર ગીતા છે,                    તો ગીતા સમજો !
શાસ્ત્ર સમજવા છે ?                          ગુરુ સાધુ રાજી રાખો !
ગુરુ રક્ષો  આશ્રમ રક્ષો,                     ગુરુ સાધુ રાજી રાખો !

ગીતા સમજે તે  ધર્મ જાણે,             ધર્મ જાણીને ધર્મ પાળો !

ધર્મને રાખો હૈયામાં ,                        ત્યાંથી આવે તે આચરણમાં

સંસ્કૃતિ તો જાળવવી છે,                 તો તે રક્ષો !
સંસ્કૃતિનાં મૂળ સ્થાનોનું  રક્ષણ કરો !
સંસ્કૃતિ છે શાસ્ત્રમાં,           શાસ્ત્રો રક્ષો !
સંસ્કૃતિ છે ઇતિહાસમાં,     ઈતિહાસ રક્ષો !
સંસ્કૃતિ છે તીર્થોમાં,           તીર્થો રક્ષો !
સંસ્કૃતિ છે તહેવારોમાં,     તહેવારો ઉજવો !
સંસ્કૃતિ છે સમાજમાં,        સંગઠન રાખો !
સમાજ આપણા દેશમાં,    દેશને  રક્ષો !

રક્ષણ કરવા સબળ બનો !
સબળ પ્રજા ઉત્પન્ન કરો !
જમો પ્રસાદ બળવાન બનો !

મનને નબળું રાખવું નહિ !
દિલને પોચું રાખવું નહિ !

કરો જૂથ મોટું ને મોટું
બળ વધારો એકતાથી
ફુંટફાંટ બિલકુલ અટકાવો
સહકારથી સફળતા લાવો
દુશ્મનો પર નજર રાખો
તેને સર્વ રીતે ગભરાવો
તેની હિંમત ભાંગી નાખો
કરવા રક્ષા હથીયારો રાખો
હથિયારોની તાલીમ લઇ લો
તાલીમ લઈને તાલીમ આપો
દુશ્મનનું કૈં ખરીદવું નહિ.
દુશ્મનને કૈં વેચવું નહિ.

રક્ષા બહુ  શુભ કર્મ છે

રક્ષિત શાંતિ પામે છે
કર્મ-સફળતા નિશાન રાખો

કર્મમાં કુશળતા લાવો
કર્મ-પ્લાન બહુ પાકો કરવો
કર્મ કરવા જોઈએ યોગ્ય જગા
કર્મ કરવા જોઈએ યોગ્ય પળ
કર્મ કરવા જોઈએ યોગ્ય કર્તા
કર્મ કરવા જોઈએ યોગ્ય સાધન
કર્મ કરવા જોઈએ યોગ્ય રીત
નાણાનું યોગદાન કરો !
સેવાનું યોગદાન કરો !

નિશાન ઊંચા પર રાખો
નિશાન મોટા  પર રાખો
નિશાન ભારે પર રાખો
નિશાન દોરક પર રાખો

નિશાન સંચાલક પર રાખો

પાકી એમ તૈયારી થાય ,
હા, કામ સફળ તો ત્યારે થાય ,
જો માધવની મહેરબાની થાય.

અર્જુન કહે લડવું નાં મારે, કૃષ્ણ કહે હથિયાર ઉઠાવ.

કૃષ્ણે અર્જુન ને કીધું, તું યુદ્ધ કર હું જીતાડીશ !
એમ ના કહ્યું, તું બેઠો રે, હું તારા શત્રુ મારીશ !

ધરમ માટે કરમ કરી શ્રી કૃષ્ણને રાજી કરો !
આતંકવાદ ખતમ કરીને શાંતિ સ્થાપન કરો !

ભારતમાં  હિંદુ રાજ કરી શ્રી કૃષ્ણને રાજી કરો !

“સ્કંદ” તો બહુ રાજી થાય,
જયારે આ ગીત ખૂબ ગવાય.

Unknown's avatar

Author: Vyasji

I am a senior retired engineer in USA with a couple of masters degrees. Born and raised in the Vedic family tradition in Bhaarat. Thanks to the Vedic gurus and Sri Krishna, I am a humble Vedic preacher, and when necessary I serve as a Purohit for Vedic dharma ceremonies.

One thought on “A poem – પૂરી શાક તો જોઈએ ને?”

Leave a comment