A poem – નાવિક વગરની નૌકા


નાવિક વગરની નૌકા

નાવિક વગરની નૌકા ક્યાં પહોંચે તે ખબર નથી
ધ્યેય વગરનો પંથી ક્યાં પહોંચે તે ખબર નથી
કપાયેલી પતંગ ક્યાં પહોંચે તે ખબર નથી
ધર્મ જાણ્યા વગરનો હિંદુ ક્યાં પહોંચે તે ખબર નથી

માણસે બનાવેલા ધર્મ સુખ લાવી શકતા નથી
પરમેશ્વરે કહેલો ધર્મ ન પાળવાથી સુખ થતું નથી
પરમેશ્વરને સામાન્ય માણસ માનનારો
પરમેશ્વરે કહેલો  ધર્મ સમજી શકતો નથી

પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણને ન સમજનારો
વેદોનો સાર ગીતા સમજી શકતો નથી
વૈષ્ણવ સંતોના સંગ વગર ગીતા સમજાતી નથી
સ્કંદ’ ને આ વાત કહ્યા વગર રહેવાતું નથી
– સુરેશ વ્યાસ

Unknown's avatar

Author: Vyasji

I am a senior retired engineer in USA with a couple of masters degrees. Born and raised in the Vedic family tradition in Bhaarat. Thanks to the Vedic gurus and Sri Krishna, I am a humble Vedic preacher, and when necessary I serve as a Purohit for Vedic dharma ceremonies.

Leave a comment